About us

આ શાળા સુરત સ્ટેશનથી 8 કિલોમીટર ના અંતરે રાંદેર રોડ પર પાલનપુર પાટીયા સ્થિત રોટલાપીરની દરગાહ પાછળ આવેલી છે. શાળાના 4500 ચો. મીટર ના વિશાળ પ્રાંગણમાં ધો. 9 થી 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના સુધીના વર્ગો ચાલે છે.

આ શાળાની સ્થાપના 1968 માં સાધના ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરાઈ હતી. ત્યારે શાળાનું નામ ન્યૂ ઍરા હાઇસ્કૂલ હતું. આર્થિક સ્થિતિ પ્રતિકૂળ હોવાથી ઇ.સ. 1977 માં મુ.કમળાબેન દેસાઈ અને મુ. અનંતરાય દેસાઈના પ્રયાસોથી શ્રી સત્ય સાંઇ ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળાનુ સંચાલન હ્સ્તગત કરાયું.

ઇસ. 1980 માં આચાર્ય તરીકે શ્રી નલિનભાઈ દેસાઈ ની નિમણૂક કરવામા આવી અને શાળા ના વિકાસનો પ્રારંભ થયો. ઈ.સ. 1980 પછી શાળાઍ વિદ્યાકીય સિધ્ધિઑ મેળવવા અને સહ અભ્યાસ પ્રવૃતિમા વિદ્યાર્થીઓને સફળતા સાથે શીખરો તરફ દોરી જવા આયોજન બધ્ધ પ્રયત્નો હાથ ધર્યા અને ક્રમશ: શાળા રાંદેર રોડની ખ્યાતનામ શાળા થઇ. ઈ.સ. 2004 મા શ્રી નલિનભાઈ દેસાઈ ની નિવૃત્તિ બાદ આચાર્ય પદે શ્રી જ્યોતિર પંડ્યાની નિમણૂક થઈ હતી.શ્રી જ્યોતિર પંડ્યાએ મે-૨૦૧૭ થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ડૉ. કિશોરભાઇ એમ. પટેલ ઇ.આ. પદે નિમણૂક પામ્યા. વયમર્યાદાને કારણે ઓક્ટોબર ૨૦૧૭ થી નિવૃત્ત થતા ઇ.આ. પદે શ્રી ગીતાબેન પટેલ નિમણૂક પામ્યા હતા. શ્રી ગીતાબેન પટેલ વયમર્યાદાને કારણે ઓક્ટોબર ૨૦૧૮ થી નિવૃત્ત થતા, શ્રી ભરતસિંહ ઠાકોરે તા-૦૧/૧૧/૨૦૧૮ થી તા-૩૦/૦૬/૨૦૧૯ સુધી  ઇ.આ. તરીકે ફરજ બજાવી હતી. હાલ શ્રી ભૈરવીબેન દેસાઇ ઇ.આ. પદે નિયુક્ત થયા છે.  આ તમામ મિત્રો શાળાની સિધ્ધિમાં ઉત્તરોઉત્તર વધારો જ કરતા રહ્યા છે.

ઈ.સ 1985 મા શાળા ના શુભેચ્છક અને વાલિમિત્ર શ્રી જગદીશભાઈ ટેકરાવાળાઍ પોતાની 4500 ચોરસ મીટર જમીન શ્રી સત્ય સાંઇ ટ્રસ્ટ ને પોતાના માતા પિતા ના સ્મરણાર્થે અર્પણ કરી અને તેમાથી સર્જાઈ શ્રીમતી ઈન્દિરાબેન નાનુભાઇ ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. આ શાળામા 1986-87 થી વિજ્ઞાન,વાણિજ્ય અને વિનયન પ્રવાહના ધોરણ-11 અને 12 ના વર્ગો શરૂ થયા. આ શાળાના વિદ્યાર્થીઓઍ પણ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવવાની ઉજ્જ્વળ પરંપરા ઉભી કરી જે આજ દિન સુધી જળવાઈ રહી છે.

વિજ્ઞાન પ્રવાહ નો નોન-ગ્રાંટેડ વર્ગ ઈ.સ.2000 જુનમાં શરૂ થયો જે વિશેષ રૂપે આકર્ષણનુ કેન્દ્ર બન્યો અને આ લાભ ધોરણ 10 પાસ ઉચ્ચ ગુણવાળા વિદ્યાર્થીઓને મળ્યો. શાળામાં અત્યારે ધોરણ - 9 ના ચાર અન ધોરણ 10 ના ચાર વર્ગો ચાલે છે. આ શાળામાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહ નો ઍક વર્ગ ,વાણિજ્ય પ્રવાહના બે વર્ગો, વિનયન પ્રવાહ નો ઍક વર્ગ તથા વિજ્ઞાન પ્રવાહનો "નોન ગ્રાંટેડ " ઍક વર્ગ ચાલે છે. આમ ધોરણ 11 મા કુલ 5 વર્ગો છે. તેવી રીતે ધોરણ 12 મા કુલ 5 વર્ગો છે. શાળાનો સૉમ થી શુક્ર્નો સમય સવારે 7.10 થી 12.40 નો અને શનિવારનો સમય બપોરે 11.45 થી 3.30 છે..